ભરૂચની પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચા પાસેથી ૨૬૦ કિલો ગૌ માસ અને ૩૧ ગૌ વંશોને મુક્ત કરાવી ૪.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ખાટકીઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચામાં હાફેસ આદમ જોગીયાતના પડતર જગ્યામાં ગૌ વંશનું કટિંગ કરી રહયો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ગૌ વંશનું કતલ કરતા આલુંજ ગામના મસ્જીદ ફળિયામાં રહેતો આશીફ અબ્દુલ સુલેમાન જોગીયાત,સુલેમાન ઈકબાલ જોગીયાત અને સલમાન સઈદ અહેમદ કાલુ દિવાનને ઝડપી પાડી પાડ્યા હતા અને સ્થળ પરથી ૨૬૦ કિલો ગૌ વંશ અને કતલ કરવાના ઈરાદે વાડામાં રાખેલ ૧૨ ગાય,૫ બળદ અને ૧૪ વાછરડી મળી ૩૧ પશુઓને મુક્ત કરાવ્યા હતા.પોલીસે સ્થળ પરથી એક પીકઅપ ગાડી અને બે બાઈક,કતલ કરવાના સાધનો તેમજ ૩ ફોન મળી કુલ ૪.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.