Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેવા માટે લોકોની લાંબી કતારો

રેફરલ હોસ્પિટલમાં વેક્સીન માટે લોકોની લાંબી કતારો, કોરોના ગાઇડલાઇનના લીરે લીરા ઉડતા નજરે પડ્યાં.

X

ભરૂચના જંબુસર રેફરલ હોસ્પીટલમાં વેક્સિન લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી જેમાં કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ રેફરલ હોસ્પીટલમાં વેક્સીન માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સીન માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી અને સાથે જ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

કોરોના મહામારીમાં સરકાર દ્વારા રસીકરણ કરાવવા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને તેનો મહત્તમ જનતાને રસીકરણનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. પરંતુ કોરોના વેક્સિનના ડોઝ ઓછા હોય છે અને તેની સામે રસી લેનારાઓની સંખ્યા વધુ હોય છે. આ કારણે જનતાને રસીકરણ કેન્દ્ર ખાતે ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સીન લેવા માટે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યાં હતાં જેમાં રસીકરણ કેન્દ્ર ખાતે જ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા નજરે પડયા હતા. વેક્સીન સેન્ટર પર ભીડ જોતા જ કોરોનાની ત્રીજી લહેરને જાણે આમંત્રણ અપાતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Next Story