-
રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો કૃષિ પરિસંવાદ
-
મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત
-
રાજ્યપાલે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન
-
કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે આપ્યું માર્ગદર્શન
-
ખેતી ક્ષેત્રે પ્રગતિ કરતા ખેડૂતોનું કરાયું સન્માન
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે રાજ્યપાલ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો,જેમાં રાજ્યપાલ સહિત કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલન કઈ રીતે કરવું અને સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી તેમજ દૂધ ઉત્પાદનની સાથે સાથે આ ક્ષેત્રે કઈ રીતે વધુ આવક મેળવી શકાય તે અંગે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા.આ સાથે ખેતી ક્ષેત્રે સારી કામગીરી કરનાર લોકો નુ રાજ્યપાલ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.