ભરૂચના જંબુસર તાલુકામાં આવેલા છિદ્રા ગામ ખાતે ખોડલધામ યુવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા છિદ્રા ગામે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ યુવા સમિતિ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભરૂચ જીલ્લા કન્વીનર પંકજ ભુવાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ સહિત 200 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલનો 56મો જન્મદિન નિમિત્તે રાજ્યભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પ કાર્યક્રમમાં જંબુસર તાલુકા ખોડલધામ યુવા સમિતિના શક્તિ પટેલ, ચંદ્રકાન્ત, દિલીપ પટેલ સહિત જિલ્લા-તાલુકાની ટીમના પ્રતિનિધિઓ, અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.