New Update
/connect-gujarat/media/post_banners/e044bd4d13df68ce244dc2e4d6eb413fb12bd35d6da935ce2c76809e3b5a3b75.jpg)
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ ગૌમાતાની પૂજા-અર્ચના સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
ભારત વર્ષમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વાર-તહેવારે લોકો દ્વારા ગાય માતાની વિશેષ પૂજા પણ કરવામાં આવતી હોય છે, ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે નેતાઓથી માંડી ઘણા પરિવારો પોતાના સ્વજનોના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ગૌમાતાની પૂજા-અર્ચના કરવા માટે આવતા છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના યુવા પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ પાંજરાપોળ ખાતે ગૌમાતાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ શુભેચ્છકોએ પાલિકા પ્રમુખને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
Related Articles
Latest Stories