Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસર એસટી ડેપોમાં બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે વૃદ્ધનું મોત...

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે એક વૃદ્ધ પર એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ભરૂચ : જંબુસર એસટી ડેપોમાં બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે વૃદ્ધનું મોત...
X

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે એક વૃદ્ધ પર એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ભરૂચના જંબુસર નગરમાં એસટી વિભાગમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો સામે આવે છે. તેવામાં જંબુસર એસટી ડેપોમાં એસટી બસના પૈડા ફરી વળવાનો સિલસિલો પણ યથાવત રહેવા પામ્યો છે, જ્યાં આજે બપોરના સુમારે જંબુસરથી ડાભા જતી એસટી બસનું ટાયર ફરી વળતાં નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ સરફુદ્દીન મયુદ્દીન મલેકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story