/connect-gujarat/media/post_banners/6c587f83e25c8e795eb9376e224158e23d67121a09d50b4454a34b5cd1555bc4.jpg)
ભરૂચ શહેરમાં દિવાળીની ભારે ખરીદી નીકળી છે ત્યારે વિવિધ માર્ગો પર ટ્રાફિકજામ થઇ રહયો છે ત્યારે નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે.કોરોનાથી રાહત મળ્યાં બાદ તહેવારોની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરમાં પણ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો કપડા, મોબાઇલ તથા અન્ય વસ્તુઓની ખરીદી માટે ઘરોની બહાર નીકળી રહયાં હોવાથી બજારોમાં રોનક જોવા મળી રહી છે. ગ્રાહકોને આર્કષવા માટે વેપારીઓએ પણ તેમની દુકાનોની બહાર સાઇનબોર્ડ લગાવી દીધાં છે. વેપારીઓએ મુકેલા સાઇનબોર્ડના કારણે રસ્તો સાંકડો થઇ જતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ભરૂચના રેલવે સ્ટેશનથી પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા નગરપાલિકાના દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી