ભરૂચ : રોટરી કલબ ઓફ નર્મદા નગરીના નવા હોદ્દેદારોની વરણી, શપથગ્રહણ સમારંભ યોજાયો

ભરૂચમાં કાર્યરત સેવાભાવી સંસ્થા રોટરી કલબ ઓફ નર્મદા નગરીના નવા વરાયેલા પ્રમુખ તથા તેમની ટીમનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો

New Update
ભરૂચ : રોટરી કલબ ઓફ નર્મદા નગરીના નવા હોદ્દેદારોની વરણી, શપથગ્રહણ સમારંભ યોજાયો

ભરૂચમાં કાર્યરત સેવાભાવી સંસ્થા રોટરી કલબ ઓફ નર્મદા નગરીના નવા વરાયેલા પ્રમુખ તથા તેમની ટીમનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો...

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. નવનિયુક્ત પ્રમુખ તેમજ સેક્રેટરીએ 7x બિઝનેશ હબ ખાતે આવેલ રોટરી વોકેશનલ સેન્ટરથી ઓનલાઇન વર્ચ્યુલ માધ્યમથી શપથ લીધાં હતાં. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ પ્રવીણદાન ગઢવીનો કાર્યકાળ પૂરો થતાં વર્ષ 2021-22 માટે પ્રમુખ તરીકે નિર્મલસિંહ યાદવ તેમજ સેક્રેટરી તરીકે વિજય ચૌહાણની વરણી કરવામાં આવી છે. વિદાય લેતાં પ્રમુખ

પ્રવિણદાન ગઢવીએ પોતાના કાર્યકાળ દરમ્યાન થયેલા કાર્યની માહિતી આપી હતી. નવા વરાયેલા પ્રમુખ તથા તેમની ટીમને ડિસ્ટ્રીકટ ગવર્નર રોટેરિયન સંતોષ પ્રધાને શપથ લેવડાવ્યાં હતાં.

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.