/connect-gujarat/media/post_banners/a54a6292937787c667640954d095ab7eccbf85373dd663081940eb6b31c7554e.jpg)
અંકલેશ્વરમાં સભ્ય સમાજનો કલંકિત કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર શહેરમાં સગા બાપે 10 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓધ્યોગિક નગરી અંકલેશ્વરમાં સભ્ય સમાજને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં સગા બાપે જ પોતાની 10 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચારવાની કોશિશ કરી હતી. અંકલેશ્વર રાજપીપળા રોડ પર રહેતા શ્રમજીવી પરિવારમાં આ ઘટના બની હતી. પાંચ સંતાનોનો પિતા રાત્રિના સમયે બાળકો અને પત્ની સાથે સૂતો હતો એ દરમ્યાન નરાધમ પિતામાં વાસનાનો કીડો સળવળતા પિતાએ પોતાની 10 વર્ષની સગી બાળકી પર નજર બગાડી હતી અને તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
જો કે બાળકીની માતા જાગી જતા તે તેને બીજા રૂમમાં તેની સાથે સુવડાવવા લઈ ગઈ હતી. પતિના ક્રોધિત સ્વભાવના કારણે પત્નીએ રાત્રિના સમયે પોલીસને જાણ કરી ન હતી પરંતુ સવારના સમયે તે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસને સમગ્ર હકીકત જણાવતા અંકલેશ્વર શહેર પોલીસે મામલામાં નરાધમ પિતા સામે ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં તેની ધરપક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.