ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યો હતો આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સ્થિતિ સામાન્ય બની છેમહવામાન વિભાગ દ્વારા આજરોજ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતને ભારે વરસાદથી રાહત મળી શકે છે ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 8 મી.મીઆમોદ 9 મી.મી.વાગરા 20 મી.મી.,ભરૂચ 1 ઇંચઝઘડિયા 21 મી.મી.અંકલેશ્વર 20 મી.મી.હાંસોટ 16 મી.મી.,વાલિયા 1 ઇંચ અને નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.