ભરૂચ : નેત્રંગની ફુલવાડી પ્રાથમીક શાળામાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 28 હજારથી વધુના મત્તાની ચોરી
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામની પ્રાથમીક શાળામાંથી તસ્કરો રૂપિયા 28 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
BY Connect Gujarat Desk24 July 2022 3:50 PM GMT

X
Connect Gujarat Desk24 July 2022 3:50 PM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામની પ્રાથમીક શાળામાંથી તસ્કરો રૂપિયા 28 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે આવેલ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં તસ્કરોએ પ્રવેશ કરી, શાળાના ફાયબરના બનાવેલ ઓરડાના દરવાજના લોક તોડી ઓરડામાં રાખેલ 24 ઇંચનું LED ટીવી સહિત રીસીવર, હાર્મોનિયમ, હવા પુરવા માટેનો પંપ મળી કુલ કિંમત 28,400 રૂપિયાના સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે શાળાના આચાર્યએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો નેત્રંગ પોલીસે શાળા આચાર્યની ફરિયાદના આધારે વધુ તપાસ આદરી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
Next Story