ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે પત્રકારો માટે પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ શિબિર યોજાઇ
અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદની ભરૂચ શાખા, અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંપ્રત સમયમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે ત્યારે આરોગ્યલક્ષી સુવિધાઓ પર વિશેષ ભાર મુકવામાં આવી રહયો છે. કોરોના કાળમાં લોકોને પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ આપવાના હેતુસર ભારત વિકાસ પરિષદની ભરૂચ શાખા, અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ કોરોનાની ગાઈડ લાઇન પ્રમાણે એક દિવસીય ફર્સ્ટ એડ ટ્રેનિંગ માટે વર્કશોપનું લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે સ્થળ પર સૌથી પહેલા પોલીસ અને પત્રકારો પહોંચે છે ત્યારે ઇજાગ્રસ્ત વ્યકતિનો જીવ બચાવવા માટે પત્રકારો મહત્વની ભુમિકા ભજવી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખી પત્રકારોને તાલીમ આપવાનો નિર્ણય લેવાયો હતો અને જેના ફળસ્વરૂપ તાલીમ શિબિર યોજાઇ હતી. આગામી સમયમાં પોલીસકર્મીઓ માટે પણ આ પ્રકારની તાલીમ શિબિરનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. ફર્સ્ટ એડ ટ્રેનિંગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારત વિકાસ પરિષદના ભરૂચ જિલ્લાના પ્રમુખ ડો. સુનિલ ભટ્ટ, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમાર, ડો. કમલ જૈન, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સિપાલ ડો. કિશોર ઢોલવાણી, ભરૂચ ભારત વિકાસ પરિષદના મંત્રી ડો. સેતુ લોટવાળા સહિતના મહેમાનો તથા મોટી સંખ્યામાં કલમના કસબીઓ હાજર રહયાં હતાં.