ભરૂચ : ભાજપ કાર્યાલય ખાતે AAPના કાર્યકરોનો ઉગ્ર દેખાવ, પોલીસે કરી અટકાયત

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર ભાજપના ઇશારે દમન ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે રાજ્યભરમાં AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

New Update

ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દ્વારા શહેરના કસક વિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ સરકારા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભાજપ કાર્યાલય બહાર હાજર પોલીસ કાફલાએ એક બાદ એક વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી.

Latest Stories