Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાગરાના તબીબ દંપતિનો "ચમત્કારી પુત્ર", 19 મહિનાના આર્યનની અનોખી સિધ્ધિ

વાગરામાં રહેતાં ફીજીયોથેરાપીસ્ટ દંપતિના માત્ર 19 મહિનાના પુત્રએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેણે 45 સેકન્ડમાં મુળાક્ષરો અને ફળોના નામ બોલવાની સાથે 16 રંગો ઓળખી બતાવ્યાં છે.

X

વાગરામાં રહેતાં ફીજીયોથેરાપીસ્ટ દંપતિના માત્ર 19 મહિનાના પુત્રએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેણે 45 સેકન્ડમાં મુળાક્ષરો અને ફળોના નામ બોલવાની સાથે 16 રંગો ઓળખી બતાવ્યાં છે.

વાગરા તાલુકાના 19 મહિનાના આર્યન અજય ઉપાધ્યાયે માત્ર 45 સેકન્ડમાં 16 રંગો ઓળખી બતાવી ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર, મેડલ અને બેચ આપવામાં આવ્યાં. તેણે મૂળાક્ષરો, નંબર 1થી 20, ફળો, શાકભાજી, વાહનો, શરીરના ભાગો, પ્રાણીઓ, પક્ષીઓ, આકાર, વર્ષના મહિનાઓ, અઠવાડિયાના દિવસો, પ્રથમ શબ્દો, ટ્રાફિક સિગ્નલ, ક્રિયાના શબ્દો, કુટુંબના સભ્યોના નામ બોલી બતાવ્યાં હતાં. માત્ર 19 મહિનાની વયે તે 30 કરતાં વધારે શબ્દોનો વિરૂધ્ધાર્થી શબ્દ બોલી શકે છે.

તે વિવિધ પ્રાણીઓના અવાજની પણ નકલ કરી શકે છે. તેણે 5 મહિનાની નાની ઉમંરથી શીખવાનું શરૂ કર્યું હતું. આર્યનના માતા-પિતા ફિઝિયોથેરાપિસ્ટ છે. જ્યારે તે 1 વર્ષ 4 મહિનાનો હતો ત્યારે તેના માતા-પિતાને તેની ક્ષમતાનો અહેસાસ થયો હતો.

Next Story