/connect-gujarat/media/post_banners/a9683fa26834df7858b8737fd690c0933a37ee5488ebcf1a46c5041389ebb974.jpg)
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપર્ધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરુચના તપોવન સંકસાર કેન્દ્ર ખાતે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના નવ વર્ષ પૂર્ણ કરી દશમા વર્ષમાં પ્રવેશની ઉજવણી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. દેશમાં નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનકાળ દરમિયાન વિવિધ રોડ પ્રોજેક્ટ, મેટ્રો પ્રોજેક્ટ સહિત દેશના વિકાસ કાર્યોની ઉપલબ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભાગરૂપે જન સંપર્ક યાત્રા અને વિવિધ કાર્યક્રમો થકી પહોંચાડી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં યોગ અંગે જાગૃતિ કેળવાય અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આજરોજ ભરૂચના તપોવન સંસ્કાર ખાતે એક યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, તપોવન સંસ્કાર કેન્દ્રના દિનેશ પડ્યા ,જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.