New Update
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામનો બનાવ
નર્મદા નદી કિનારે વીજળી ત્રાટકી
એક યુવાનનું મોત નિપજ્યું, 2 યુવાનો દાઝી ગયા
માછીમારી કરવા ગયા હતા યુવાનો
અંકલેશ્વર પંથકમાં ગતરોજ સાંજે ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે નર્મદા નદી કિનારે માછીમારી કરવા ગયેલ ત્રણ યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે દાઝી ગયા હતા.
ગતરોજ હવામાન વિભાગે આપેલા વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંકલેશ્વર પંથકમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાય જતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી ત્યારે અંકલેશ્વરના નવા દિવા ગામના પટેલ ફળિયામાં રહેતો 20 વર્ષીય દેવ સુંદર વસાવા અને નટવર ભાયલાલ વસાવા,નટવર અભેસિંહ વસાવા નર્મદા નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા.તે સમયે કિનારે ઉભેલ ત્રણેય યુવાનો પર વીજળી પડતા ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ઘટનામાં દેવ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે યુવાનો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ અંગે અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપુતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે યુવાનો માછીમારી કરવા ગયા હતા એ દરમ્યાન આ ઘટના બની હતી. અંકલેશ્વર શહેર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Latest Stories