New Update
ભરૂચ શહેરનો ચકચારી બનાવ
11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ
મોઢું દબાવી દુષ્કર્મ આચરાયું
સી ડિવિઝન પોલીસે નરાધમની કરી ધરપકડ
કોર્ટે 1 દિવસમાં રિમાન્ડ કર્યા મંજુર
ભરૂચની એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર રાત્રીના સમયે પોતાના ઝૂપડામાં સુઇ રહ્યો હતો. જેમા પતિ-પત્ની અને તેમના બે સંતાનોમાં એક પુત્ર અને 11 વર્ષની એક પુત્રી સાથે સાથે જ સુઇ ગયાં હતાં. દરમિયાનમાં રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં એક શખ્સે ઝૂપડાંમાં પ્રવેશી તેમની 11 વર્ષની પુત્રીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના મોઢેથી હાથ હટી જતાં તેણે બુમરાણ મચાવી હતી. જેના પગલે તેના માતા-પિતા જાગી ગયાં હતાં. તેઓ કાંઇ કરે તે પહેલાં જ નરાધમ ત્યાંથી ભાગ્યો હતો.
માતા-પિતાએ પિછો કરતાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ભાગનાર શખ્સ કસક વિસ્તારમાં દારૂનો વેપલો કરનાર વિશાલ ઠાકોરનો ભાઇ પિયુષ ઉર્ફે પીયુ ઠાકોર પરમાર રહે. કસક ગુરૂદ્વારા પાસે હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે પરિવારે પોતાની સગીર પુત્રીને સાત્વના આપી પોલીસ સ્ટેશને પહોંચી મામલામાં ફરિયાદ નોંધાવી હતી.સી ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ સહિત અન્ય કલમોના આધારે પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
Latest Stories