New Update
/connect-gujarat/media/media_files/2025/06/17/UAshA8wnPONyzDdPAF0r.jpg)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હાંસોટ પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરી. ગત તારીખ-7મી મેના રોજ હાંસોટના અબ્દુલ રજ્જાક રફીક કાનુંગાએ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મોટા બજારમાં આવેલ હાફીઝ ઇલેક્ટ્રીકલ્સ નામની દુકાન સામે આવેલ પડતર ખંડેર જેવી દુકાનમા બીજા માળે સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 819 નંગ બોટલ મળી કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અબ્દુલ રજ્જાક રફીક કાનુંગાને ઝડપી પાડ્યો હતો.આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ ઉટીયાદરા ગામની નવી નગરીમાં રહેતો અજય વસાવા અને અન્ય બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવાની અંકલેશ્વર સબજેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories