New Update
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા. ગત તારીખ-૨૦મી જુલાઈના રોજ અંકલેશ્વર શહર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર વિજય વસાવાનો ભાઈ રાજેશ પ્રવીણ વસાવા અન્ય ઈસમ સાથે ઈકકો કાર નંબર-જી.જે.01.આર.જે.6398માં વિદેશી દારૂનો જથ્થો લઈ હાંસોટ રોડ ઉપરથી નવા દીવા તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે બુટલેગરના ઘર પાસે વોચ ગોઠવી હતી..
તે દરમિયાન બાતમી વાળી ઈકકો કાર આવી ઊભી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને ઈકકોમાથી વિદેશી દારૂની 312 બોટલ મળી આવી હતી પોલીસે 45 હજારનો દારૂ અને 2.50 લાખની કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી દીવા ગામમાં રહેતો રાજાબાબુ ઉર્ફે બલ્લે શિવાજી મિશ્રામને ઝડપી પાડ્યો હતો જ્યારે બુટલેગર ત્રણેય ભાઈઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.તે દરમિયાન એ ડીવીઝન પોલીસે બુટલેગર સગા ભાઈઓ વિજય પ્રવીણ વસાવા અને રાજેશ પ્રવીણ વસાવાને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.
Latest Stories