New Update
અંકલેશ્વરના ગડખોલનો બનાવ
સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળ્યું
નહેર ઓવરફ્લો થતા સોસાયટીઓમાં પાણી ભરાયું
અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા
નહેર છીછરી હોવાથી સર્જાય સમસ્યા
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલ પાંચ સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા.આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતાં તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું જેના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલ યુક્ત પાણી તેમની સોસાયટીમાં ફરી વળ્યું છે તેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે પાણી ભરાવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમયાનું નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર નહેર છીછરી હોવા સાથે તેની સાફ-સફાઈ કરવામાં આવી ન હતી જેના કારણે આ સમસ્યા સર્જાય છે અને ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે
Latest Stories