New Update
/connect-gujarat/media/media_files/2025/08/22/img-20250822-wa0038-2025-08-22-09-51-06.jpg)
કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના ૬ પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા.
ગુજરાત પોલીસની આ માસિક બેઠકમાં ભરૂચ પોલીસે રાજ્ય સ્તરે ગૌરવ મેળવ્યું હતું. DGP વિકાસ સહાયે અધિકારીઓની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠ કાર્યને બિરદાવી, વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી.PI એ.એ. ચૌધરી (SOG ભરૂચ), PSI આર.કે. ટોરાણી (LCB ભરૂચ), PI એચ.બી. ઝાલા (દહેજ),ASI નિશાંતકુમાર જયસુખભાઈ પોશિયા (વાલિયા),UHC ભોપા ગફુરભાઈ (પેરોલ ફરલો સ્ક્વોડ ભરૂચ),UHC રાયસિંગ ગોવાભાઈ (વાલિયા)ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Latest Stories