-
ઉત્તરાયણના તહેવાર બને છે અકસ્માતોના બનાવ
-
108 ઈમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર
-
દોરીથી ઘાયલ લોકોની કરાશે તાત્કાલિક સારવાર
-
અન્ય અકસ્માતોમાં ઇજાગ્રસ્તો માટે પણ ખડેપગે
-
21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ સેવા આપશે
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં દોરીથી ઘાયલ થતાં લોકોની સારવાર તેમજ અન્ય અકસ્માતોમાં ઇજાગ્રસ્તો માટે 108 ઈમરજન્સીની 21 એમ્બ્યુલન્સના 90 જેટલા કર્મચારીઓ ખડેપગે રહેશે.
ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણમાં લોકો ખૂબ આનંદ કરે છે. ઉતરાણનો તહેવાર તા. 14 અને 15મી જાન્યુઆરીએ એમ 2 દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા 4થી 5 વર્ષમાં મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ ઈમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ 2 દિવસ અપેક્ષિત ઇમર્જન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે. પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં આ વર્ષે તા. 14મી જાન્યુઆરીના રોજ આશરે 28.96% અને તા. 15મી જાન્યુઆરીના રોજ આશરે 19.80 ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે, ત્યારે સામાન્ય દિવસોમાં આશરે 3,809 જેટલા કોલ નોંધાય છે. જે તા. 14 જાન્યુઆરી એટલે કે, ઉત્તરાયણના દિવસે આશરે 4,912 અને તા. 15 જાન્યુઆરીના દિવસે 4,912 જેટલા કેસમાં વધારો નોંધવાની શક્યતાના હોવાના કારણે જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવાના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડેપગે હાજર રહી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે, ઉતરાયણ સમયે સાવધાનીના ભાગરૂપે સલામત જગ્યાએથી પતંગ ઉડાવો, રસ્તો ઓળંગતા કે, વાહન ચલાવતા સાવચેતી રાખવું, અગાસી કે, પતંગ ઉડાડવાની જગ્યા પર ફર્સ્ટ સ્ટેટ બોક્સ સાથે રાખવની સાથે જો કોઈપણ ઈમરજન્સી જણાય તો 108 ઈમરજન્સી સેવાને ડાયલ કરી મદદ માટે બોલાવવા અપીલ કરવામાં આવી છે.