અંકલેશ્વર: ખરચી બોઈદરા ગામ નજીક કાર ચાલકે બાઇકને મારી ટક્કર,બાઈક સવારને ગંભીર ઇજા

ખરચી બોઇદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.

New Update
Boidaa Village Accident
Advertisment
અંકલેશ્વરથી ઝઘડીયાને જોડતા માર્ગ પર ખરચી બોઇદરા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. અંકલેશ્વરથી ઝઘડીયાને જોડતા સ્ટેટ હાઇવે પર ખરચી બોઇદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
Advertisment
આ અકસ્માતમાં બાઈક પર સવાર યુવાનને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેના પગલે તેને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. તો પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી ઝઘડિયા અને ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર છે ત્યારે અનેક વાહન ચાલકો રોંગ સાઈડ પર પસાર થઈ રહ્યા છે. જેના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Latest Stories