ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે તા.5 થી 13 જાન્યુઆરી દરમ્યાન ભવ્ય રામકથાનું આયોજન, કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ કરાવશે રસપાન

સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથા- રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન

  • તારીખ 5 થી 13 જાન્યુઆરી દરમ્યાન આયોજન

  • સંગીતમય શ્રી રામ કથા યોજાશે

  • કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ કરાવશે કથાનું રસપાન

  • ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ 

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 થી 13 જાન્યુઆરી દરમ્યાન સંગીતમય શ્રી રામ ચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે.
સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથા- રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચિત્રકૂટ, હરિદ્વાર, વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે.શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ 46મી કથા છે. સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દરરોજ રાત્રે 8 થી 11 સુધી કથા યોજાશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, પુનગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ,સ્નેહલ મહેતા, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.
Latest Stories