અંકલેશ્વર: ભડકોદ્રાની રાધેપાર્ક સોસા.ના મકાનમાંથી રૂ.3.19 લાખના માલમત્તાની ચોરી કરનાર સિકલીગર ગેંગનો રીઢો ગુનેગાર ઝડપાયો

ભડકોદ્રા ગામ સોસાયટીમાં બંધ મકાનમાં રૂ 3.19 લાખના માલમત્તાની ચોરીના ગુનામાં જીઆઇડીસી પોલીસે સિકલીગર ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

New Update
Theft Case
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની રાધેપાર્ક સોસાયટીમાં ગત એપ્રિલ માસમાં બંધ મકાનમાં રૂ 3.19 લાખના માલમત્તાની ચોરીના ગુનામાં જીઆઇડીસી પોલીસે સિકલીગર ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ પાસે આવેલ રાધેપાર્ક સોસાયટીમાં ગત તા 26 એપ્રિલના રોજ  રાજ કરણ પાલના બંધ  મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના અને ચાંદીની પ્લેટની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.રાજકરણ પાલે રૂ. 3 લાખ 19 હજારથી વધુના માલમત્તાની ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 
જીઆઇડીસી પોલીસે મળેલી માહિતીના આધારે હાલ ભડકોદ્રાની નવી નગરીમાં રહેતા અને મૂળ હાંસોટના  સિકલીગર ગેંગના રીઢા ચોર બલવિન્દરસીંગ સુરજીતસીંગ સીકલીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories