અંકલેશ્વર : વિઘ્નહર્તાની ભક્તિ સાથે રમતનો રસથાળ પીરસાયો, નવદુર્ગા મિત્ર મંડળ-GIDC દ્વારા બાળકો માટે સુંદર આયોજન...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન  કરવામાં આવે છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન  કરવામાં આવે છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા કુદરતી આફત હોય કેધાર્મિક પ્રસંગની ઉજવણી... હંમેશા દેશની સંસ્કૃતિને અનુરૂપ અને અન્યો માટે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પ્રેરણારૂપ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીની ગરિમા જળવાય એ રીતે ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છેત્યારે હાલમાં નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા 26મા ગણેશોત્સવની ઉજવણી આગવી રીતે કરવામાં આવી રહી છે. જેમાં ગણેશ ચોથ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીજીની આરતી કરવાનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત ભક્તિની સાથે 3 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકો માટે રમોત્સવ પણ ઉજવવામાં આવી રહ્યો છે. આ રમતોમાં ઉત્સાહભેર બાળકો ભાગ લઇ રહ્યા છેઅને પોતાની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં લીંબુ ચમચીલંગડી દોડમણકા પરોવાસિક્કા શોધબોટલ બેલેન્સસ્લો સાઇકલફેન્સી ડ્રેસ શોત્રિપગી દોડમ્યુઝિકલ ચેરદેડકા કુદ જેવી રમતોમાં ભાગ લેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવે છેઅને બાળકો પોતાની કારકિર્દીમાં આગળ વધે તેવી ગણપતિજીને પ્રાર્થના કરવામાં આવે છે. ગણેશોત્સવ તેમજ રમોત્સવને  સફળ બનાવવા માટે નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ ભગવાન મોરડીયાઉપપ્રમુખ ડી.આર.પટેલસેક્રેટરી નવલસિંહ જાડેજાખજાનચી વિનય દેસાઈસુરેશ વૈશ્યનાનીઉદયસિંહ નકુમકિશોરસિંહ વાળાશૈલેષ પ્રજાપતિ સહિતના હોદ્દેદારોસભ્યો તેમજ નવ યુવાનો દ્વારા  ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

#Ankleshwar #CGNews #playground #games #Gujarat #Bharuch #Ganesh Mahotsav
Here are a few more articles:
Read the Next Article