ટ્રેનની અડફેટે મહિલાનું મોત
પિરામણ ગામ પાસે બની ઘટના
રેલવે ટ્રેક પર સર્જાય ઘટના
અકસ્માત કે આપઘાતસર્જાયું રહસ્ય
પોલીસે શરૂ કરી તપાસ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક મહિલા કરૂણ મોતને ભેટી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન ધસમસતી દોડી રહી હતી,જોકે આ ક્ષણે એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી,અને ગંભીર ઈજાને પગલે મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,ઘટનાની જાણ રેલવે પોલીસ ફોર્સને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.તેમજ આ ઘટનામાં વધુ તપાસ શરૂ કરી હતી.આ ઘટના અકસ્માત છે કે આપઘાત તે અંગેનું રહસ્ય સર્જાયું હતું.