New Update
ભરૂચના આમોદના જુના દાદાપોર ગામે ઢાઢર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જતા યુવાનનું કરૂણ મોત નિપજ્યુ હતું
ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી હાલ ભયજનક સપાટી પર વહી રહી છે ત્યારે આમોદના જુના દાદાપોર ગામે રહેતા 34 વર્ષીય યુવાન નવીન બારીયાનું નદીના ધસમસતા વહેણમાં તણાઈ જતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ લાશકરો પહોંચ્યા હતા અને યુવાનના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.યુવાનના મોતથી તેના પરિવારમાં ગમગીની ફેલાય હતી. બનાવ સંદર્ભે આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories