New Update
-
ભરૂચના જંબુસરનો બનાવ
-
યુવાન પશુઓ માટે ચારો કાપવા ચઢ્યો હતો વૃક્ષ પર
-
યુવાનને વીજ કરંટ લાગતા દર્દનાક મોત નિપજ્યું
-
વીજ પુરવઠો બંધ કરી મૃતદેહ નીચે ઉતારાયો
-
જંબુસર પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના જંબુસરમાં વૃક્ષ પર પશુઓ માટે ચારો પાડવા ચઢેલ યુવાનનું કરંટ લાગતા વૃક્ષ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું
ભરૂચના જંબુસરમાં વૃક્ષ પર યુવાનનું દર્દનાક મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે. જંબુસરના ઋણ તળાવ ખાતે રહેતો મહેશ અરવિંદ વાઘેલા નામનો યુવાન જંબુસર ભરૂચ રોડ પર આવેલ સેન્ટર પ્લાઝા હોટલ નજીક વૃક્ષ પર પશુઓ માટે ચારો પાડવા માટે ચઢ્યો હતો. આ દરમ્યાન વૃક્ષની ડાળખી નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન વીજ લાઈનને અડી જતા યુવાનને વિજ કરંટ લાગ્યો હતો. જેના પગલે તેનું વૃક્ષ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો આ તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી યુવાનના મૃતદેહને નીચે ઉતાર્યો હતો.જંબુસર પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories