ભરૂચ-અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રાતો રાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત,વાહન ચાલકોમાં રોષ

ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર રાતો રાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા.જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા.

New Update
  • વિકાસના બમ્પરે વાહન ચાલકોને ઉછાળ્યા

  • જૂના ને.હા.નં.8 પર બનાવવામાં આવ્યા બમ્પર

  • બમ્પરના કારણે અકસ્માત સર્જાતા રોષ

  • એમ્બ્યુલન્સ પણ ધડાકાભેર ઉછળી

  • સાઈન બોર્ડના અભાવે વાહન ચાલકો જોખમમાં મુકાયા

ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર રાતો રાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા.જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા. અને એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી કુદી હતી.કોન્ટ્રાકટર દ્વારા અચાનક બનાવવામાં આવેલા બમ્પરથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.માર્ગ પર કોઈ જ રિફલેક્ટર કે સૂચના દર્શવાતું બોર્ડ ન હોવાના કારણે અકસ્માત પણ સર્જાયો હતો.

ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતાપરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહનચાલકોને બમ્પ દેખાયા નહોતા. પરિણામે  વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા.રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટૂ-વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા. જેને કારણે કેટલાક લોકોને ઇજા પહોંચી હતી.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કેરોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે.કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધાપરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા ન હોવાને કારણે વાહનચાલકોને  કોઈ જાણકારી મળી શકી નહોતી.

મુખ્ય રોડ પર અચાનક ઉભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે.આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક બમ્પ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

ઉલ્લેખનીય છે રસ્તાનું સમારકામ કરવામાં ઉણુ ઉતરતું તંત્ર બમ્પર બનાવવામાં કેમ આટલું ઉતાવળું થયું તે બાબતે પણ શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Latest Stories