ભરૂચ : ઝઘડિયાના સારસા ગામ પાસે રોંગ સાઈડ આવતા વાહનોના પગલે અકસ્માત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક આજરોજ સવારે 9 કલાકે ટેમ્પો ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક આજરોજ સવારે 9 કલાકે ટેમ્પો ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો,રોંગ સાઈડ પરથી દોડતા વાહનોના પગલે સર્જાતા અકસ્માત સામે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો,અને ખોટી સાઈડ પર દોડતા વાહનોને અટકાવીને પરત સાચી દિશામાં જવા માટે ફરજ પાડી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા તરફથી એક થ્રી વ્હીલર ટેમ્પો ચાલક રાજપારડી તરફ જઈ રહ્યો હતો,તે સમયે સારસા ગામ નજીક એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો.ત્યારે  ટેમ્પો ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલ એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતનો ભોગ બનનાર ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા આ ટેમ્પો ચાલક રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.જેથી  સ્થાનિકો દ્વારા રોંગ સાઈડ પર આવતા વાહન ચાલકો સામે આક્રોશ વ્યક્ત કરીને વાહનોને અટકાવી દીધા હતા. અને સાચી દિશામાં રોડ પરથી પસાર થવા માટે ફરજ પાડી હતી.આ ઉપરાંત સારસા ગામના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા ઉપર વારંવાર  નાના-મોટા અકસ્માત સર્જાય છે, તેથી માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ: GNFC ખાતે સ્પેશ્યલ ખેલમહાકુંભનું આયોજન, પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનો પ્રારંભ

ભરૂચના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રી-દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • GNFC ખાતે આયોજન કરાયું

  • સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન

  • પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે આયોજન

  • ક્રિકેટ સહિત વિવિધ રમતો રમાડવામાં આવી

ભરૂચના GNFC ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રી-દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ-નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે જિલ્લા રમત વિકાસ અધિકારી,જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ,રાષ્ટ્રીય અંધજન મંડલ ભરૂચ-નર્મદા જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ભરૂચના GNFC ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રી-દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ક્રિકેટ,એથ્લેટીક્સ, ચેસ સહિતની રમતો રમાડવામાં આવી હતી.
આ રમોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.આજરોજ યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાચક્ષુઓની 4 ટીમોમાં 50 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સતત 5મી વખત ભરૂચમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં રમત ગમત દ્વારા વધારો થાય એ હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.