ભરૂચ : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત,રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનરે મારી ટક્કર,બેના મોત બેથી વધુ ઇજાગ્રસ્ત

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો,જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા

New Update
  • માતર ગામ પાસે સર્જાયો અકસ્માત

  • દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત

  • રેલિંગની કામગીરી દરમિયાન અકસ્માત

  • કન્ટેનરે ટ્રેકટરને મારી જોરદાર ટક્કર 

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો,જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા,જ્યારે બેથી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર રોડની સાઈડમાં રેલિંગની કામગીરી ચાલી રહી હતી.તે દરમિયાન અચાનક ધસી આવેલા કન્ટેનર ચાલકે રેલિંગની કામગીરી કરતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ 108 ઈમરજન્સી સેવા અને પોલીસને જાણકારી આપી હતી.અને ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં કન્ટેનરે મારેલી ટક્કરમાં ટ્રેકટરના બે ભાગ થઈ ગયા હતા.હાલ પોલીસ દ્વારા ઘટનામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories