અંકલેશ્વરમાં નર્મદા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણીની જમાવટથી ખેતીના પાકને નુકસાન..

ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલખ પાક મળી રહે છે,અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે

New Update

ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલખ પાક મળી રહે છે,અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે,ત્યારે તેમને આર્થિક સહિત તમામ રીતે નુકસાન સહન કરવાનો વારો આવે છે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વહેતી નર્મદા નદી શીતળ અને મીઠા પાણી માટે વખણાય છે.આજ પાણી ખેતીના પાક માટે પણ સંજીવની સમાન છે,પરંતુ જ્યારે નદીમાં ઘોડાપૂર આવે છે,ત્યારે શીતળ અને મીઠા પાણી તોફાની બનીને ભારે તારાજી સર્જી દે છે.ગત વર્ષના પૂર પ્રકોપમાંથી હજી માંડ માંડ ઉભા થયેલા ખેડૂતો માટે પુનઃ એકવાર પડતા પર પાટુ સમાન ઘાટ ઘડાયો છે,સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલા 4 લાખ ક્યુસેક પાણીને પગલે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટથી ઉપર પહોંચી હતી,જેના કારણે અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના ગામના ખેતરોમાં પૂરના પાણી ભરાય ગયા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું છવાઈ ગયું છે.જૂના બોરભાઠા બેટના ખેડૂતોએ શાકભાજી, કેળા અને શેરડીનો મબલખ પાક તૈયાર કર્યો છે.પરંતુ તેમની મહેનત પર નદીના પૂરના પાણી ફરી વળ્યાં છે,અને ખેતરમાં ઝૂલતો પાક પૂરના પાણીથી નષ્ટ થઇ જવાના કારણે  આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
Latest Stories