/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
નિકોરા ગામમાં પ્રેમલગ્ન બાદ સર્જાયું ધિંગાણું
પ્રેમલગ્ન બાદ 2 પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું
લાકડી-બેટના સપાટા વડે લોકોની મારામારી
સમગ્ર મારામારીની ઘટનાનો વિડિયો વાઈરલ
નબીપુર પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી
ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં રહેતા યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ ઘરે પરત ફરતા 2 પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જોકે, વાઈરલ વિડિયોના આધારે નબીપુર પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં યુવક અને યુવતીના પ્રેમલગ્નને પગલે ગામમાં ભારે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. આ ઘટનાએ ગામમાં ઉગ્ર હંગામો સર્જ્યો છે, જેમાં બંને પક્ષો વચ્ચે મારામારીના બનાવો બન્યા છે. આ ઘટનામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રેમપંખીડા લવમેરેજ બાદ ઘરે પરત ફરતા ધીંગાણું સર્જાયું હતું.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ગામના યુવકે ગામની જ યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નને કારણે બંને પરિવારજનોમાં તણાવ ઊભો થયો હતો. પ્રારંભિક તબક્કામાં પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
યુવક લગ્ન બાદ પત્ની સાથે નિકોરા ગામમાં પરત ફરતા જ ગામમાં તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી. યુવકના ગામમાં પ્રવેશના તરત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદવિવાદ શરૂ થયો હતો. જે લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં પરિવર્તિત થયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો છે. જેમાં બંને પરિવારજનો એકબીજાને લાકડીઓ વડે મારતાં જોવા મળે છે. આ વીડિયો વાઈરલ થતાં સમગ્ર મામલે વધુ ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે.
જોકે, મારામારીમાં ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નબીપુર પોલીસ મથકે આ મામલે ગંભીર નોંધ લીધી છે, અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ નિકોરા ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે. આ ઘટનાએ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જ્યો છે.
/connect-gujarat/media/media_files/2025/08/11/maxresdefault-2025-08-11-21-38-42.webp)