New Update
/connect-gujarat/media/media_files/2025/03/01/XwWyO6pyy8GFd01zfDye.jpg)
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસેથી હેઝાર્ડસ વેસ્ટ ભરેલ ટેમ્પો સાથે એક ઇસમને 3.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસ.ઓ.જી.એ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઇસર ટેમ્પોમાં ભૂરા કલરનું હેઝાર્ડસ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ ચાલક જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.
પોલીસે બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા 3720 કિલોગ્રામ હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ચાલકની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે નોબેલ માર્કેટમાં રહેતો પીર મહમંદ ઈદ્રિશ શાહને ઝડપી પાડી કુલ 3.23 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલેખનીય છે કે તાજેતરમાં જ અંકલેશ્વરના બાકરોલ ગામ નજીકની ઉકાઈ જમણાકાંઠા કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પ્રવાહી ઠાલવી દેવામાં આવ્યું હતું જેના કારણે એક લાખ લોકોના જીવ પર જોખમ ઊભું થયું હતું આ મામલામાં પોલીસે પાંચ આરોપીઓની પણ ધરપકડ કરી હતી ત્યારે કેમિકલ માફિયા વિરુદ્ધ પોલીસ દ્વારા હવે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.