New Update
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી આ દરમ્યાન કેટલાક પશુપાલકોએ પોલીસ સાથે માથાકૂટ પણ કરી હતી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રખડતા પશુઓના ત્રાસને પગલે ગતરોજ અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવી હતી.નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે આજે એટલે કે બીજા દિવસે પણ યથાવત રહી હતી. નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તે રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ દરમિયાન પશુપાલકો સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કોઈ અનીરછનીય બનાવવા ન બને તે માટે પોલીસ કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન રસ્તે રખડતા 10 જેટલા પશુને પાંજરે પૂરવામાં આવ્યા છે અને પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે
Latest Stories