New Update
/connect-gujarat/media/media_files/2025/06/19/chori-accused-arrest-2025-06-19-17-59-14.jpg)
અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી થવાના મામલામાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં ચોરીની સીસું ખરીદનાર ભંગારીયાઓએ જાતે પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
ગત 24 મી ઓક્ટોબર 2024 ના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કોર્ડ દ્વારા હાઇવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદા ની કલમ -130 હેઠળ ડિટેઇન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મુકવામાં આવી હતી અને માલ અંગે જરૂરી દંડ અંગે વેપારી અને ટ્રાન્સપોટરને નોટિસ ફટકારી હતી પણ તેમના દ્વારા ક્લેમ ના કરી આજદિન સુધી પરત લેવા આવ્યા ના હતા. આ મામલામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અલાઉદ્દીન ઉર્ફે ટીપું જલિલ કુરેશી, ઇમરાન અકબર મુનશી ચૌધરીની અને ભંગારના વેપારી બિલાલ અહેમદ શાહની ધરપકડ કરી હતી.
જયારે તેમની પૂછપરછ દરમિયાન ચોરીમાં સામેલ અન્ય ચાર સલમાન છીનુ ચૌધરી, ઓરખાન, નવસાદ અને એઝાઝ અહમદ નિસાર સિદ્દીકીને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ ગુનામાં બી ડિવિઝન પોલીસે વધુ બે આરોપી આસિફ અબ્દુલ બારી ચૌધરી અને અભિષેક ઉર્ફે સાહિલ નંદન સિંધની પણ ધરપકડ કરી હતી.
વધુ બે આરોપીની પૂછપરછમાં નવો વળાંક આવતા ઝડપાયેલ ચોર ઇમરાને ભંગારીયાને શિશુ વેચ્યા બાદ તેની પાસે સીસું ક્યાંથી લાવ્યા તે જાણી લીધું હતું અને તેઓ પણ વહેતી ગંગામાં હાથ ધોતા હોય એમ જાતે જ ટ્રક માંથી સીસું ચોરી લાવ્યા હોવાનું સામે આવતા સીસું ચોરીમાં બને ભંગારીયાની બીજી ગેંગની પણ સંડોવણી સામે આવી રહી છે.
Latest Stories