અંકલેશ્વર: ઉટિયાદરા ગામેથી રૂ.3 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા

New Update
અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ બે આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગત તારીખ-3જી મેના રોજ કોસંબાના બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ 4.06 લાખના મુદ્દામાલ સાથે જીજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો.
જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ ઝનોર ગામના સોનેરી ટેકરીમાં રહેતો શશીકાંત ઉર્ફે શશી કાંતિલાલ વસાવા અને રાકેશ ઉર્ફે ગફુર જીતુ જોશીને અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
Latest Stories