અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે આજરોજ ફરી એકવાર અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાર અને બાઈક ચાલકે તેમનું વાહન મુખ્ય માર્ગને અડીને જ પાર્ક કરી દેતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ હતી..
પોલીસે વાહનચાલકોને વાહન હટાવવાનું કહેતા માથાકૂટ
ત્યારે પોલીસના જવાનોએ તેઓને વાહન હટાવી લેવાનું કહેતા પોલીસ સાથે તેઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી જેના પગલે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.અંતે પોલીસે વાહન અને કારચાલકની અટકાયત કરી હતી અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો