New Update
અંકલેશ્વરમાં બની દુર્ઘટના
રાજપીપળા ચોકડી નજીક અકસ્માત
ક્રેન ચાલકે 2 વર્ષની બાળકીને લીધી અડફેટે
ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું
ક્રેન ચાલક અકસ્માત સર્જી ફરાર
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ક્રેનની અડફેટે બે વર્ષીય બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માત બાદ ક્રેન ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો
અંકલેશ્વર શહેરના રાજપીપળા ચોકડી નજીક એક દુર્ઘટનામાં 2 વર્ષની બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. રાજપીપળા ચોકડી પાસે ઝૂંપડામાં રહેતા અનિલ ભુરિયાની 2 વર્ષીય દીકરી સલોમી રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક એક ક્રેઇનની અડફેટે આવી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે ભીડ એકત્ર થઈ હતી.
અકસ્માત બાદ ક્રેઇન ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જીઆઇડીસી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને ફરાર ક્રેઇન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
Latest Stories