New Update
/connect-gujarat/media/media_files/2025/08/22/naugama-village-2025-08-22-13-48-08.jpg)
અંકલેશ્વર તાલુકાના નૌગામા અને જૂના કાંસીયા ગામે બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 4 લાખના માલમત્તાની ચોરી કરનાર સિકલીગર ગેંગના ત્રણ આરોપીઓનો બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી કબજો મેળવી તપાસ શરૂ કરી છે
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન ચોરીના ગુનામાં સિકલીગર ગેંગની સંડોવણી બહાર આવી હતી. એ ડિવિઝન પોલીસે ચોરીના અન્ય ગુનામાં સિકલીગર ગેંગના સાગરિતોને ઝડપી સબજેલને હવાલે કર્યા હતા ત્યારે બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી આરોપી મલખાન સિકલીગર, કરણસિંગ સિકલીગર અને અમૃતસિંગ સિકલીગર નામના આરોપીનો કબજો મેળવ્યો છે.આરોપીઓએ નૌગામાં ગામે પણ મકાનમાંથી રૂ.1.66 લાખની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories