New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
યુવા મિત્રમંડળ દ્વારા આયોજન
70મી રક્તદાન શિબિર યોજાય
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
દર ત્રણ મહિને શિબિરનું કરાયુ છે આયોજન
અંકલેશ્વર જીઆઇડીસીમા કાર્યરત શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત ૭૦મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત ૭૦ મો બ્લડ ડોનેશન કેમ્પ માનવ મંદિર ખાતે યોજાયો હતો જેમાં ૧૫૦ થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યુ હતુ. દર ત્રણ મહિનામાં અચૂક બ્લડ ડોનેશન કેમ્પ યોજતા આવેલા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આજે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ સહીતના સ્વૈચ્છીક રક્તદાતાઓએ રક્તદાન કરી સેવા કાર્ય કર્યું હતું.આ કેમ્પ દરમ્યાન શ્રી યુવા મિત્ર મંડળના ધર્મેશ ડોબરીયા,મયુર કોટડીયા,કાળુ કુંભાણી,સુરેશ જોષી સહીતના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories