અંકલેશ્વર: શેરબજારમાં રૂ.5 લાખની ખોટ જતા 8 વર્ષના બાળકની હત્યા, CRPFના કોન્સ્ટેબલની જ પોલીસે કરી ધરપકડ

દઢાલ ગામ નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠા પૂજાની ઉજવણીમાં લિન હતા ત્યારે અચાનક ૮ વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો.બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી

New Update
  • અંકલેશ્વરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો

  • 8 વર્ષના બાળકની હત્યાથી ચકચાર

  • બાળકનો મૃતદેહ લોખંડની પેટીમાંથી મળી આવ્યો

  • પાડોશમાં રહેતા CRPFના કોન્સ્ટેબલે જ કરી હત્યા

  • રૂ.5 લાખની ખંડણી માંગી હત્યા કરી હોવાનો ખુલાસો

અંકલેશ્વરમાં શેરબજારમાં થયેલ લાખોના નુકસાનને રિકવર કરવા 8 વર્ષના બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.સીઆરપીએફ કોન્સ્ટેબલે પાડોશમાં જ રહેતા બાળકની હત્યા કરી નાખી ખંડણી માંગી હતી જોકે તેની હિલચાલ પરથી પોલીસને શંકા જતા તેની અટકાયત કરી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો.
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠા પૂજાની ઉજવણીમાં લિન હતા ત્યારે અચાનક ૮ વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો.બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી પણ નિષ્ફ્ળતા જ હાથ લાગી હતી.
વહેલી સવારે અચાનક લાપતા બાળકના પિતા ભીસમ રાજભરના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ  આવ્યો હતો જેમાં શુભના અપહરણ અને ૫ લાખની ખાંડણીનો ઉલ્લેખ કરાયો હતો.આ સાથે ખંડણીની રકમ ગણતરીના સમયમાં પહોંચતી કરવા ધમકી અપાતા પરિવાર ભયભીત બની ગયો હતો.
પરિવારે મેસેજની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરતા ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતા મેસેજ ભીસમ રાજભરના પાડોશના ઘરમાંથીજ થયો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન પાડોશમાં સીઆરપીએફ કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત રહેતો હોવાનું જાણવા મળ્યું હતું જેનું પરિવાર વતન ગયું હતું જયારે શૈલેન્દ્ર ઘરે એકલો હતો.
પોલીસે દરોડો પાડતા ઘરમાં સીઆરપીએફ કંપનીની લોખંડની પેટીમાંથી અપહૃત બાળકની લાશ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ ઘોંઘાટના કારણે બાળકની હત્યાનું રટણ કર્યું હતું જેણે કડકડ પૂછપરછમાં શેરબજારમાં લાખોની ખોટ ગઈ હોવાથી રિકવરી માટે અપહરણ કરી ખંડણી માંગી હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાળકને અપહરણ કરી બાંધી પેટીમાં સંતાડવાના કારણે ગૂંગળાઈ જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. 
શૈલેન્દ્ર રાજપૂત મધ્યપ્રદેશના ગ્વાલીયરમાં સી.આર.પી.એફ.માં ફરજ બજાવે છે અને ત્યાંથી રજા લઇ તે અંકલેશ્વર આવ્યો હતો.પાડોશમાં રહેતા બાળકને જોઈ તેનું અપહરણ કરી શેરબજારમાં ગયેલ ખોટને સરભર કરવા પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.આરોપીએ બાળકની હત્યા તો કરી નાંખી હતી પરંતુ પોલીસના સતત પહેરાના કારણે તે મૃતદેહનો નિકાલ કરવામાં અસમર્થ રહ્યો હતો આથી પેટીમાં જ મૃતદેહ મૂકી રાખ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત તેની કરતૂત અંગે કોઈને શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો જો કે આખરે તેનો ભાંડો ફૂટી જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
Read the Next Article

ભરૂચ : કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકીલ પર વકીલ મિત્રએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ મથક નોંધાઇ ફરિયાદ !

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા

New Update
Screenshot_2025-08-13-07-57-15-01_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા ગામ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની પાછળ રહેતા નિરલ ઠાકોરે ફરિયાદી મહિલા વકીલને આજથી 10 મહિના પહેલા 26/11/ 2024 ના રોજ facebook ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું જેને મેં એક્સેપ્ટ કર્યું હતું ત્યારબાદ અમે બંને વચ્ચે મિત્રતા કેળવાતા વકીલ નીરલ ઠાકોર ફરિયાદીના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ કરતો અને લગ્ન કરીશું તેવું વારંવાર વચનો આપ્યા પરંતુ આરોપી વકીલ નીરલ પટેલે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોય અને ફરિયાદી આધેડ મહિલા વકીલનું શારીરિક શોષણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ નીરલ ઠાકોર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે