અંકલેશ્વરના અંદાડામાં આવેલી છે શાળા
જ્ઞાનદીપ અનુપકુંવર બા શાળામાં વિકાસ કાર્ય
9 નવા ઓરડા નિર્માણ પામશે
રૂ.50 લાખનો કરવામાં આવશે ખર્ચ
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના અંદાડા વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ અનુપ કુવરબા હાઇસ્કુલમાં નવા 9 ઓરડાનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. સાંસદ સભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટ અને શાળાના ટ્રસ્ટ દ્વારા રૂપિયા 50 લાખના ખર્ચે નવું બિલ્ડીંગ નિર્માણ પામશે ત્યારે આ કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ સ્થાનિક આગેવાનો શાળાના ટ્રસ્ટીઓ, શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાનદીપ અનુકુવરબા હાઇસ્કુલ છેલ્લા ઘણા સમયથી અંદાડા તેમજ આસપાસના વિસ્તારોમાં શિક્ષણ યજ્ઞ ચલાવી રહી છે ત્યારે નવા ઓરડાનું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓ સુવિધા સભર શિક્ષણનો લાભ લઇ શકશે.