અંકલેશ્વર: NH 48 પર ભૂરા રંગનું રસાયણ ભરેલ બેગ ટ્રકમાંથી રસ્તામાં પડી, હવામાં પીગમેન્ટ્સ ભળતા અન્ય વાહન ચાલકોને હાલાકી

અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જ એક આઇસર ટેમ્પામાંથી અચાનક બ્લ્યુ પીગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઇ રોડ પર ચારે તરફ બ્લ્યુ પીગમેન્ટ ફેલાઈ ગયું

author-image
By Connect Gujarat Desk
New Update
Ankleshwar Pigments Fell
અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માતને લઇ વાહન ચાલકોને પસાર થતા જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું છે. થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રક માંથી કેમિકલ ભરેલા ડ્રમ પડતા વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો. જે બાદ આજરોજ અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જ એક આઇસર ટેમ્પામાંથી અચાનક બ્લ્યુ પીગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી
અને તેને લઇ રોડ પર ચારે તરફ બ્લ્યુ પીગમેન્ટ ફેલાઈ ગયું હતું. ટેમ્પો ચાલકને અન્ય વાહન ચાલકે જાણ કરતા 300 મીટર દૂર ટેમ્પો ઉભો રાખ્યો હતો અને  બેગો ઉઠાવી પુનઃ ટેમ્પો લોડ કર્યો હતો. જોખમી રીતે વાહનમાં સમાનલોડ કરી અન્યના જીવ પર જોખમ ઊભું કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
Latest Stories