અંકલેશ્વર: GIDCની ફિકોમ ચોકડી નજીક ચાલુ ટ્રકમાંથી ક્લીનર પટકાયો, ટ્રકના ટાયર ફરી વળતા ગંભીર ઇજા !

અંકલેશ્વર જીઆઇડીસીની ફિકોમ ચોકડી નજીકથી પસાર થતી ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાતા તેના પર ટ્રકના ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં સર્જાયો અકસ્માત

  • ફિકોમ ચોકડી નજીક અકસ્માત સર્જાયો

  • ચાલુ ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાયો

  • ટ્રકના ટાયર ફરી વળતા ગંભીર ઇજા

  • પિતા ટ્રક ચલાવી રહ્યા હતા એ દરમ્યાન ક્લીનર પુત્રને નડ્યો અકસ્માત

અંકલેશ્વર જીઆઇડીસીની ફિકોમ ચોકડી નજીકથી પસાર થતી ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાતા તેના પર ટ્રકના ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ફીકોમ ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. ફિકોમ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ ચાલુ ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાયો હતો.આ દરમિયાન ક્લીનરના પગ પરથી ટ્રકના ટાયર ફરી વળતા તેનો પગ શરીરથી છૂટો થઈ જતા ગંભીર ઇજા પહોંચી હતી. ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.જેના પગલે ઇજાગ્રસ્ત ક્લીનરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં ઇજાગ્રસ્તના પિતા જ ટ્રક ચલાવી રહ્યા હતા અને તે દરમિયાન ચાલુ ટ્રકમાંથી પુત્ર નીચે પટકાયો હતો જેના પગલે આ અકસ્માત સર્જાયો હતો.પિતાની નજર સામે જ ટ્રકના તોતીગ પૈડા નીચે પુત્રનો પગ કચડાયો હતો.અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

Latest Stories