ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ગત તા. 9-9-2024ના રોજ અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કાગદીવાડ અને કસ્બાતીવાડના લીમડી ફળિયામાં રહેતા 2 શખ્સોએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી કાગદીવાડ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસેના 2 જુના મકાનની બાજુની દીવાલ નજીક ખુલ્લામાં લાવી સંતાડી રાખ્યો હતો. જેમાં અન્ય એક શખ્સ તેની દેખરેખ રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે રખેવાળ શખ્સ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2090 નંગ બોટલ મળી કુલ રૂ. 2.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે બન્ને ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ દરમિયાન અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસેપ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સુજાતખાન ઉર્ફે સજ્જુ બશીરખાન પઠાણને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.