New Update
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ ઉમારવાડા રોડ ઉપર આવેલ તળાવની પાળ પાસે જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના સુરતી ભાગોળ ઉમારવાડા રોડ ઉપર આવેલ તળાવની પાળ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે રોકડા 8 હજાર મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જૂના દિવા ગામના કબ્રસ્તાન સામે રહેતો જુગારી ઇલ્યાસ ઇબ્રાહિમ માંકરોડ,મલીદંર સિંગ સંતોક સિંગ સિકલીગર અને વાસુદેવ વસાવાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories