New Update
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા
ખેતરોમાં પાણી માટે મુકેલ મોટરની કરતા હતા ચોરી
વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની કરતા હતા ચોરી
પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલાયો
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના રામ વાટિકામાં રહેતા સંદીપ જમિયત પટેલનું જુના બોર ભાઠા ગામની સીમમાં ખેતર આવેલ છે.જે ખેતરને ગત તારીખ-૧૪-૫-૨૪ થી ૨૬-૧૧-૨૪ દરમિયાન અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી બોરવેલમાં રહેલ મોટર અને કેબલની ચોરી થઇ હતી.જયારે અન્ય ખેડૂત હિતેશ આહિરના ખેતરમાંથી પણ મોટર અને કેબલ આમ કુલ ૧.૧૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.તો આવી જ રીતે જુના બોરભાઠા બેટ,જૂની દીવી,જૂની સુરવાડી અને પીરામણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવી ઓઈલ તેમજ સ્ટડ તોડી અંદાજીત ૪.૨૨ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ બંને ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો અતાઉલ રહેમાન બાબુ શાહ,તુષાર વિનોદ વસાવા,બાદલ મંગા વસાવા તેમજ આકાશ લવગણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.