અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે પ્રોહોબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ

New Update
Prohibition Crime
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ-૯-૯-૨૦૨૪ના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતો સુજાતખાન ઉર્ફે સજ્જુ બશીરખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકએ ઉમરવાડા રોડ ઉપર નર્મદા ક્લીન ટેક કંપનીની સામે વ્હાઈટ પર્લ રેસીડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.અને મહમદ અશદ અસ્લમ શેખ તેમજ અરબાઝ અસ્લમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે વ્હાઈટ પર્લ રેસીડેન્સીમાં રહેતો મહમદ અશદ અસ્લમ શેખને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને ઝડપી પાડ્યો હતો.
Advertisment
Advertisment
Latest Stories